Type Here to Get Search Results !

કોરોનાથી મુત્યુ પામેલ સભ્યના પરિવારને ૫૦૦૦૦ ની સહાય



 કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ રજૂઆત દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સોગંધનામાં મુજબ કોરોના મહામારી માં જે કુટુંબ ના સભ્યનું મુત્યુ થયેલ છે તેવા પરિવાર ને રોકડ સહાય આપવામાં માટે સુપ્રીમ કોર્ટ માં રજૂઆત થઈ હતી તેમાં આપલે કેન્દ્ર સરકારના સોગાંધનામાં મુજબ આવા પરિવાર જનો ને કુલ ૫૦૦૦૦ આર્થિક વળતર આપવાની જાહેરાત થઈ છે.

    કેન્દ્ર સરકાર ના જણાવ્યા મુજબ આ સહાય સીધી જ કોરોના માં મુત્યુ પામેલ સભ્યના પરિવારને બેંક ખાતામાં મળવા પાત્ર થશે  અને આ સહાય રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના રિસ્પોન્સ ફંટ માંથી સીધી જ આપવામાં આવશે.

   હાલમાં અત્યાર સુધીમાં લગભગ ૪.૪૫ લાખ જેટલા કોટોનાથી મુત્યુ થઈ સુકેલા છે આ તમામ લોકોના પરિવાર ને આ સહાય મળવા પાત્ર થશે જે માટે તેમને જે વ્યક્તિ મુત્યુ પામેલ છે તેના મરન નું પ્રમાણપત્ર રજૂ કરવાનુ રહશે અને તે પ્રમાણપત્રમાં સ્પષ્ટ પણે એમ લખેલ હોવું જરૂરી છે કે જે વ્યક્તિનું મુત્યુ કોરોના થી થયેલ છે.

   સુપ્રીમ કોર્ટે દ્વારા પહેલા થયેલ ઠરાવ માં કહેલ હતું કે કેન્દ્ર સરકારે કોરોના થી થયેલ મુતક ના પરિવાર ને કઈક સહાય આપવા માટે વિચારવું જોઈએ તેના ભાગ રૂપે કેન્દ્ર સરકારે આ નિર્ણય લેતા જણાવેલ છે કે આવા મૂતક ના પરિવાર ને ૫૦૦૦૦ ની સીધી સહાય જેતે રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના રિસ્પોન્સ ફન્ટ માંથી આ સહાય ચુકવવામાં આવશે .આ સહાય મેળવવા માટે જે પરિવારમાં કોરોનાથી મુત્યુ થયેલ હોય તેને જરૂરી પુરાવા રજૂ કરવાના રહશે.
 👉  ૫૦૦૦૦/- ની સહાય કઈ રીતે સૂકવવામાં આવશે 
આ સહાય રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના રિસ્પોન્સ ફન્ટ માંથી સૂકવવામાં આવશે આ માટે જેતે રાજ્ય ના જિલ્લા વિભાગ ના અધિકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના સભ્યો દ્વારા સૂકવવામાં આવશે આ સહાય અરજી કર્યાના ૩૦ દિવસની અંદર જ સૂકવી આપવામાં આવશે આ સહાય સીધી જ આધાર કાર્ડ દ્વારા લિંક કરીને સૂકવી આપવામાં આવશે.

👉૫૦૦૦૦/- ની સહાય મેળવવા માટે કાઈ રીતે અરજી કરવાની રહશે
    આ સહાય મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ અરજી ફોર્મ ભરવાનુ રહશે અને સાથે જરૂર તમામ પ્રકારના પ્રમાણપત્રો અને જરૂરી ડો્યુમેન્ટ્સ રજૂ કરવામાં રહશે અને મરણનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું ફરજીયાત છે અને તેમાં કોરોના થી મુત્યુ થયેલ છે તેવી સ્પષ્ટતા પણ થયેલ હોવી જોઈએ.
     આ બાબતે અરજી કર્યાના ૩૦ દિવસોમાં અરજી ફોર્મ નો નિકાલ રાજ્ય સરકારના જેતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા મંત્રાલય દ્વારા કરવામાં આવશે 

     જો ૩૦ દિવસ માં અરજી ફોર્મ મંજૂર ના થાય તો અરજી કેમ મંજૂર માંથી થઈ તેની માહિતી પણ આપવા માટે આ વિભાગ બંધાયેલ છે તેને આ અંગે સ્પષ્ટતા પણ કરવાની રહશે.

   હાલમાં આ સહાય જે કોરોના થી મુત્યુ પામેલ છે તેવા સભ્યોના કુટુંબ ને આપવામાં આવશે અને ભવિષ્યમાં કોરોનાથી મુત્યુ થાય તો તવા સભ્યના પરિવારને પણ આપવામાં આવશે આ નિયમ બીજુ જાહેરનામું બહાર ના પડે ત્યાં સુધી અમલી રહેવા પામશે.

    આપ આ સહાય મેળવવા માટે સહાય ફોર્મ અને જરૂરી તમામ વિગતો માટે જિલ્લા કક્ષામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના સત્તાધીશો અને જિલ્લા કલેકટર ચીફ ઓફિસ નો સંપર્ક કરવાનો રહશે .

Related :

• કોરોના વેક્સિન રજિસ્ટ્રેશન

• કોરોના થી બચવાના ઉપાયો

Post a Comment

0 Comments