Corona vaccine online registration - �� *Panchmukham Citizen Service Center*��
Posts

Corona vaccine online registration

કોરોના વેક્સિન ઓનલાઇન રજીસ્ટ્રેશન, મફત કોરોના રશિ રજિસ્ટ્રેશન, free corona vaccine online registration ,corona vaccine online registration in Gujarat

Corona vaccine online registration in india

     હેલ્લો કેમ છો ? આશા છે કે બધું કુશળ અને આરોગ હશે.

           આપ જાણો છો કે હાલ કોરોના નું શક્રમણ ખુબજ મોટી સંખ્યામાં વધી રહ્યું છે આ સંક્રમણ ના પરિણામે કેટલા બધા લોકો મુત્યુ પામી રહ્યા છે. અને લોકો મ ખુબજ ફેલાવો થાય રહેલ છે આ સંક્રમણ અને ફેલાવાના અસરને ઓછી કરવા માટે ભારતના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ૪૫ વર્ષ થી મોટી ઉંમરના લોકો હોય છે તેને કોરોના થી બચવા માટે રશિકરન નું કામ શરૂ કરવામાં આવેલ છે પરંતુ અત્યારે ભારત ની સ્થિતિ ખુબજ ગંભીર અને મુશ્કેલ માં ચાલી રહી છે અને દિવસે ને દિવસે ૩.૫ લાખ જેટલા કોરોના ના કેસ આવી રહ્યા છે આવા સમયે કોરોના કાબૂ માં લેવો ખુબજ જરૂરી છે તેથી તારીખ ૨૮/૪/૨૦૨૧ થી ૧૮ વર્ષ થી મોટા અને ૪૫ વર્ષ સુધીના તમામ લોકોને મફતમાં ભારત સરકાર દ્વારા કોરોના સામે લડી શકે તેવી રશી આપવાનું નક્કી કરેલ છે .

   👉      આવતી કાલથી તમામ કે જેમની ઉંમર ૧૮ વર્ષ કરતા મોટી હોય તેમને મફત મ સરકાર તરફથી રશી નો પ્રથમ ડોઝ ફ્રી મ આપવામાં આવવાનો છે. આ રશી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ટીકાકરણ ની યોજના અંતર્ગત ભારતના તમામ નાગરિક ને ફ્રી મ રહી આપવાનું નક્કી કરેલ છે.

        હાલ વધી રહેલ કોરોના ના સંક્રમણ ને કાબૂમાં કેવા માટે લોકોમાં વેક્સિન એક જ માત્ર રામબાણ ઈલાજ છે આ શિવાય કોરોના સામે કોઈ પ્રતિકારક શક્તિ નથી રશી એક માત્રજ ઉપાય છે , આ રશી માટે વિવિધ જગ્યા પર વેક્સિન સેન્ટર ઊભા કરવામાં આવેલ છે આ સેન્ટર પર જઈ ને લોકો પોતાના અનુકૂળ સમયે રશી મૂકાવી શકે છે, હા પણ રશી મુકાવા માટે પહેલા registration કરવુ ફરજીયાત છે registration કરાવ્યા વગર કોઈ પણ વ્યક્તિ રશી મૂકાવી નહિ શકે આ રજી્ટ્રેશન ઓનલાઇન કરવાનું રહશે.

       આ રજી્ટ્રેશન કરવા માટે નીચે અમે રીત આપેલ છે તે મુજબ આપ આપની અનુકૂળતા મુજબ રજી્ટ્રેશન કરી શકો છો અને આપના નજીકના વેક્સિન સેન્ટર પર જઈ ને આપ જે સમય નક્કી કરેલ હોય તે સમયે વેક્સિન મૂકાવી શકો છો.

 👉 મફતમાં ૧૮ થી ૪૫ વર્ષ ના લોકો ને ફ્રી માં વેક્સિન

ટીકાકરણ યોજના ભારત સરકાર દ્વારા લોકોના લાભાર્થે

👉 શરૂ થતાની તારીખ : ૨૮/૦૪/૨૦૨૧

👉 હેતુ : ૧૮ થી ૪૫ વર્ષ ના લોકો ને ફ્રી માં વેક્સિન આપવાનું કાર્ય 

ક્યાં અમલવારી ? 
આખા ભારતભરમાં 

સેન્ટર ક્યાં હશે ?
આખા દેશમાં ઉપલબ્ધ છે ઓનલાઇન રજીસ્ટ્રેશન વખતે પસંદ કરી શકાશે

👉 કંઈ રીતે વેક્સિન મૂકવી ?
પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે

ફ્રી માં વેક્સિન મુકાવા માટેની પ્રક્રિયા
 
સૌ પ્રથમ તો આપની ઉંમર ૧૮ વર્ષ કરતા મોટી હોવી જોઈએ તો જ આપ વેક્સિન માટે લાયક ઠરશો , જો આપ આ ઉંમર કરતા મોટા હોય તો આપ અમે હી જણાવેલ પ્રક્રિયા મુજબ મફત મ રહી મૂકાવી શકો છો.

         જો આપ રશિકરણ કરવા માંગતા હોય તો આપે પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે ત્યારબાદ જ આપ રશીકરણ કરવી શકો છો તે માટેની પ્રક્રિયા નીચે મુજબ છે 

👉 રશિકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?

>>> પહેલા આપ વેક્સિન માટેની જે officials વેબ સાઈટ ( https://selfregistration.cowin.gov.in/ )આપેલ છે તેની મુલાકાત લ્યો આ વેબસાઇટ અમે અહી નીચે આપેલ જ છે.ત્યાંથી આપ સીધાજ રજિસ્ટ્રેશન કરી શકો છો

>>>  હવે તેમાં સાઈટ પર જતા જ આપની સામે registration વાળો ઓપ્શન પ્રકાશિત થશે ત્યાં જઈને તેના પર ક્લિક કરો

>>>  ત્યાં ક્લિક કરતા સાથે જ આપનો મોબાઇલ નંબર એન્ટર કરવાનું કહેશે આપ આપનો મોબાઇલ નબર ત્યાં દાખલ કરો અને get otp પર ક્લિક કરો ત્યાં ક્લિક કરતા સાથે j આપના મોબાઇલ પર એક મેસેજ આપવામાં આવશે આ મેસેજ આપ ૧૨૦ સેકન્ડ માં વેરીફાઈ કરવાનો રહશે આપનો મોબાઇલ નબર વેરીફાઈ કરવો જરૂરી છે તેથી મેસેજ આવે તેવો જ નંબર ત્યાં એન્ટર કરવો

>>>  હવે otp વેરીફાઈ થઈ ગયા બાદ આપને એક બીજું પેજ ઓપન થયેલ જોવા મળશે ત્યાં આપને કોઈ એક ડોક્યુમેન્ટ્સ પસંદ કરવાનું કહેશે ત્યાંથી કોઈ એક ડોક્યુમેન્ટ્સ પસંદ કરી લ્યો જેમાં આપ આપનો આધાર કાર્ડ , ડ્રાઇવિંગ લાયસન્સ , પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા તો પાસબુક માંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો ત્યારબાદ આપ આપનું પસંદ કરેલ ડોક્યુમેન્ટ્સ નો નંબર નીચે ઉમેરો અને ઓકે પર ક્લિક કરો ,

>>>  હવે આપ એક નવા પેજ પર આવી જશો ત્યાં આપે આપની ઉંમર, જાતિ, ગામ , શહેર, વિસ્તાર વગેરે માંગેલ વ્યક્તિગત માહિતી ત્યાં આપવાની રહેશે આ માહિતી જરૂરી માંગેલ છે તે મુજબ ઉમેરવાની રહશે ,
 
 >>> ત્યારબાદ ઉપર જણાવેલ માહિતી નાખ્યા બાદ આપ જ્યાં સેન્ટર કે આપના નજીકના વિસ્તારમાં વેક્સિન મુકવા માંગતા હોય ત્યાં વિસ્તાર પસંદ કરવાનો રહશે આપની સમક્ષ જ્યા જ્યાં વેક્સિન સેન્ટર હશે તેની નામ ની આખી યાદી પ્રકાશિત થશે તેમાંથી જ એક જગ્યા આપે પસંદ કરવાની રહશે તે પસંદ કરો 

>>>  હવે , આપ કેટલા વાગ્યે અને કઈ તારીખે રશિકરણ કરવા માંગો છો તે તારીખ અને વાર અને સમય પસંદ કરો આ તારીખ આપ આપની અનુકૂળતા મુજબ પસંદ કરી શકો છો, 

   >>>   ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો હવે આપે જે જે માહિતી ઉમેરી છે તે તમામ માહિતી આપની સમક્ષ રજૂ થશે આ માહિતી તપાસી લ્યો જો કોઈ ભૂલ હોય તો તેમાં સુધારો કરો અને કોઈ ભૂલ ના હોય તો આપ માહિતી ને confirm કરી લ્યો અને ફાઈનલ સબમિટ આપો
  
 >>>  આપની રશિકરણ ની અરજી સફળતા પૂર્વક મંજૂર થતાં સાથેજ આપના મોબાઈલ પર એક મેસેજ આવી જશે જેથી આપ આપની નક્કી કરેલ અને પસંદ કરેલ દિવસ મુજબ તે વેક્સિન સેન્ટર પર જઈ ને આપ રશી મૂકાવી શકો .
     
  >>>   આશા છે કે અને જણાવેલ રશિકરણ ની પ્રક્રિયા આપ સમજી ગયા હશો ,

👉 આપ જરૂરથી રશિકરણ કરાવશો જેથી આપ આ કોરોના ના સંક્રમણ સામે બચી શકો અને આપના પરિવાર અને સગાસંબંધી ને પણ જરૂર રશિકરણ કરાવશો જેનાથી તેમની કોરોના વાઇરસ સામે રોગ પ્રતિકારક શકિત વધી શકે અને તે સંક્રમણ માંથી બચી શકે .

આપ બિન જરૂરી ઘર બહાર જવાનું ટાળતા હશો આશા છે કે આપ એક સમજુ અને જાગૃત નાગરિક છો અને તે મુજબ આપ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો પણ કરતા હશો આપ આ પોસ્ટ વધુ ને વધુ શેર કરો જેથી કરીને વેક્સિન મુકવા માંગતા લોકો ને ઉપયોગી થાય શકે ,

વેક્સિન પ્રત્યે લોકોમાં જે ગેરસમજણ છે તે ખોટી છે કેવળ માત્ર એક અફવા જ છે આપ રશિકરણ અવશ્ય કરવો અને બીજા લોકોને પણ કરવા માટે પ્રોત્સાહન આપો .

 જો આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે પ્રશ્ન હોય તો આપ અમારો સંપર્ક નીચે આપેલ contect form દ્વારા કરી શકો છો અમે આપના પ્રશ્નો ઉત્તર જરૂર આપવા તાકીદ શિએ.   આભાર.



👉 ઓનલાઇન વેક્સિન રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...