LRD_લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર
LRD_લેખિત પરીક્ષા...
લોકરક્ષક કેડર
તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા ગુણ જાહેર થઈ સુકાયા છે
(৭) તા.૩૦/૦૭/૨૦૨ ૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાં આવેલ છે. જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી રજુઆત મળેલ તેની ચકાસણી કરતા કોઇપણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી.
(२) તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો....
(3) લોકરક્ષક કેડર તા.૦૭.૦૨.૨૦૨૪ના પરીક્ષા નિયમોમાં Exam Rules 2024, Rule No.(20) મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાની OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ (૧) રીચેકીંગ ફી ના રૂ. ૫૦૦/- "CHAIRMAN, GUJARAT POLICE RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કનો ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR (૨) કોલલેટરની ઝેરોક્ષ નકલ (૩) અરજી (જેમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૦૭/૦૮/૨૦૨૫ થી તા. ૨૧/૦૮/૨૦૨૫ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર: ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭સરનામે અરજી મોકલી શકાશે. (અન્ય રીતે મળેલ અરજી કે તા.૨૧/૦૮/૨૦૨૫ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
ખાસ નોંધઃ
(৭) લેખિત પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડીંગની ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(२) તદ્દઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
(3) સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.