(ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) મફતમાં ખાણદાણ સહાય યોજનાના ફોર્મ ભરવાના શરુ થઇ ગયેલ છે.
લાભાર્થિ દીઠ કુલ ૧૫૦ કિગ્રા ખાણદાણ મળવા પાત્ર છે અથવા તો ૧૦૦% લેખે ૩૦૦૦ રૂપિયા સહાય મળવા પાત્ર છે.
વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
>> યોજનાનો લક્ષ્યાંક :
રાજ્યનો વર્ષ ૨૪-૨૫ નો સંભવિત લક્ષ્યાંક: 12412
અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના પશુપાલકોના માટે ગુજરાત સરકાર દ્ધારા ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય યોજના જાહેર કરવાના આવેલ છે આ યોજના અંતર્ગત હાલ ફોર્મ ભરવાના શરુ છે તે માટે નીચે મુજબના ધોરણો અને પાત્રતા બહાર પાડવામાં આવેલ છે જે એક વાર જરૂર વાંચો.
• અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) માટે ખાણદાણ સહાય યોજના માટે સહાયના ધોરણો (પરિશિષ્ટ ૧ ૧) ને આધીન શરતો મુજબ મળવાપાત્ર રહેશે.
• આ યોજનાનો લાભ રાજ્યના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના પશુપાલકોને ને જ મળવા પાત્ર છે.
• આ યોજનાના માટેના નિયંત્રણ અને જરૂરી બંધનો અધિકારી પશુપાલન નિયામકશ્રી દ્વારા કરવામાં આવશે.
• આ યોજનાના ઘટકો માટે સબંધિત નાયબ/મદદનીશ પશુપાલન નિયામકશ્રી, ઘનિષ્ઠ પશુસુધારણા યોજના (ધ. ૫. સુ.યો.) અમલીકરણ આધારિત મળવા પાત્ર છે.
• અરજદાર પશુપાલકે (પરિશિષ્ટ ૨ મુજબ) આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કર્યાબાદ જે તે બિડાણ સહ અરજી પર દર્શાવેલ સરનામે રજુ કરવાની રહેશે અથવા ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર બિડાણ સહ અપલોડ કરવાની રહેશે અને મોકલવાની રહશે.
• યોજના અંતર્ગત તમામ જિલ્લાઓના વાર્ષિક સંકલિત લક્ષ્યાંકને ધ્યાને લઇ રાજ્ય સરકારશ્રી દ્વારા માન્ય થયેલ ખાણદાણના ભાવ મુજબ તેમજ જી.સી.એમ.એમ.એફ. આણંદ દ્વારા નિયત થયેલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ લાભાર્થીઓને સહાય માટે પુરૂ પાડવાનમાં આવશે.
• સંબંધિત અમલીકરણ અધિકારીએ સહાયનો લાભ મેળવેલ જે લાભાર્થીનું નામ, સહાયની રકમ, સહાયનું વર્ષ વિગેરે વિગતો રજુ કરવાની રહશે અને જયારે જરૂર પડે ત્યારે પશુપાલન નિયામકશ્રીની કચેરીને પુરી પાડવાની રહેશે.
• ખાણદાણની ગુણવત્તા બાબતની સંપૂર્ણ જવાબદારી ખાણદાણ ઉત્પાદન/સપ્લાય કરનાર દૂધસંઘ ને સોંપવામાં આવેલ હોવાંથી આપેલ ખાણ સંપુર્ણ સારું અને ગુણવત્તા વાળું આવશે.
• The Right of Persons with Disabilities Act. 2016नी Section-24 अने Section-37 नी भेगवाध्यो अनुसार સદર યોજનામાં દીવ્યાંગો (માન્ય પ્રમાણપત્ર ધરાવતા) ને કુલ સહાયની ૫% ની મર્યાદામાં અને તેમાં પણ દિવ્યાંગ મહિલાઓને યોગ્ય પ્રાધાન્યતા સાથે અનામતનો લાભ આપવામાં આવશે. કોઇપણ કારણસર જો દિવ્યાંગ લાભાર્થીઓ પુરતા પ્રમાણમાં ન મળે તો યોજનાની શરતો પરિપૂર્ણ કરતા અન્ય લાભાર્થીઓને લાભ ત્યાર બાદનો લાભ મળવા પાત્ર રહશે.
• આ યોજનાની ગ્રાન્ટ પશુપાલન નિયામકશ્રીએ સંબંધિત ધનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરી દ્વારા જમાં કરવામાં આવેલ હોવાથી જે તે યોજના મુજબ સહાયનો લાભ મળવા પાત્ર છે.
• ગ્રાન્ટ વપરાશના પ્રમાણપત્રો (યુ.ટી.સી.) ધનિષ્ઠ પશુસુધારણા યોજના નાયબ/મદદનીશ પશુપાલન નિયામકશ્રીની કચેરીએ નિયત નમૂનામાં પશુપાલન નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને સમયસર મોકલવાના રહેશે તેમજ સબસિડી સહિત થનારા ખર્ચના વિગતવાર હિસાબો તથા ઓડિટને લગતી કામગીરી પર સરકાર દ્વારા નિયમ નજર રાખવામાં આવશે જેથી કરી ને આ યોજનાઓ અંગેનો લાભ ખવાઈ જવાની શક્યતા રહશે નહિ.
• આ યોજના હેઠળ ઘટકની ભૌતિક ચકાસણી જે ( ગાયો હોય અને ભેશ હોય તે ) બાદ અમલીકરણ અધિકારીએ આઈ ખેડૂટ પોર્ટલ પર ચૂકવણાનું સ્ટેટસ અપડેટ થશે તથા સંકલિત રકમનું ચુકવણું જે વ્યક્તિ કે પશુ પાલક ની અરજી મંજૂર થયેલ હશે તે પોતાની અરજી ઑનલાઇન આપેલ પોર્ટલ પર ઑનલાઇન જોઈ શકશે.
• આ યોજનામાં ખાણદાણ વિતરણની બેગ ઉપર પશુપાલન નિયામકશ્રી દ્વારા નિયત કરેલ ડિઝાઈન અને નિયત કદ મુજબ મળવા પાત્ર રહશે.
>> જરૂરી રજુ કરવામાં ડોક્યુમેન્ટ:
• જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
• સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
• બારકોડેડ રેશનકાર્ડ (લાગુ પડતું હોય તો)
• કૃત્રિમ બિજદાન / કુદરતી સવર્ધન રીતે પશુ ફેળવ્યાનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
• પશુઓમાં ગર્ભ પરિક્ષણ અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
• સરકાર માન્ય ફોટાવાળુ ઓળખપત્ર (લાગુ પડતું હોય તો)
>>ઑનલાઇન અરજી કરવાની તારીખ:
15/06/2024
થી
15/07/2024 સુધી
script
>>ઑનલાઇન અરજી કરવાની રીત:
• ઑનલાઇન અરજી કરવા માટે "નવી અરજી કરો" બટન પર ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
• જો અરજીમાં કોઈ વધારાના સુધારા વધારા કરવા હાઇ તો તે માટે "અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
• અરજી બરાબર થયા બાદ કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ (save) કર્યા તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી સાધનીક દસ્તાવેજો સાથે જોડી ને અરજી પર દર્શાવેલ કચેરી સરનામે રજૂ કરવાની રહેશે” અથવા “ઓનલાઈન અરજી સેવ (save) કર્યાની તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી સ્કેન કરેલ અરજીની નકલ તેમજ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે ત્યારબાદ અરજી કન્ફર્મ, સ્કેન કરેલ અરજી અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના વિકલ્પો આપમેળે બંધ થઈ જશે જેની અરજદારોએ આપેલ અરજી નોંધણી કરી લેવી.
• કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ અથવા pdf ડાઉનલોડ કરી લેવી
• અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી). ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે અથવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહી/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં સ્કેન કરેલ દસ્તાવેજો/દાખલા પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.
• લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજુ કરવાનાં રહેશે.
• સ્કેન કરેલ નક્લ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ KB થી વધવી જોઇએ નહિ.
ઑનલાઇન અરજી કરવાની લિંક :
અહી કલિક કરો
script
Bambhaniya ranjitbhai chandubhai
ReplyDelete