Type Here to Get Search Results !

Talati Examination Date Changed


તલાટી પરીક્ષા તારીખ માં થયો ફેરફાર જાણો સંપૂર્ણ વિગતો

GPSSB તલાટી એક્સમ તારીખમાં ફેરફાર અંગેનો પરિપત્ર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ તલાટી ની પરીક્ષા ૩૦ એપ્રિલ ના રોજ લેવાનાર હતી પરંતુ આજે મંત્રી ઋષિકેશ દ્વારા એક જાહેર નામુ બહાર પાડી ને જાહેર કરેલ છે તે મુજબ હવે તલાટીની પરીક્ષા ૭ મે ના રોજ લેવામાં આવશે આ પરીક્ષા તારીખમાં ફેરફાર કરવા મુખ્ય પરીક્ષા કેન્દ્રો ની અછત ના કારણે થયો તે ઇચ્છનીય છે.

તલાટી પરીક્ષા ૭ મે ના રોજ લેવાશે 

હવે બહાર પડેલ નવા જાહેરનામા મુજબ તલાટીની પરીક્ષા 7 મે ના રોજ લેવાનાર છે તેથી તમામ ઉમેદવારો ને તૈયારી કરવામાં દિવસો માં થોડો વધારો થયો છે તેથી આપ આપેલ વધારામાં દિવસોમાં સારી તેવી તૈયારી કરી શકો છો.

તલાટી પરીક્ષા અંગેનો કાર્યક્રમ
સંસ્થાનું નામ : GPSSB
જગ્યાનું નામ : તલાટી કમ મંત્રી 
તલાટીની નવી પરીક્ષા તારીખ : 7 મે 2023

તલાટી પરીક્ષા માં આ વખતે મહત્વનો નિર્ણય

થોડા દિવસ પહેલા જ ગયેલ જુનિયર કલાર્ક ની પરીક્ષામાં ઉમેદવારો બહોળી સંખ્યામાં ગેરહાજર રહેલ હતા જેમાં કુલ 41% જ ઉમેદવારો હાજર રહેલ હતા જે ધ્યાન માં લઈ ને આ વખતે આયોગે થોડો બદલાવ લાવવાનો નિર્ણય કરેલ છે આ વખતે તલાટીની એક્ઝામ આપવા માંગતા ઉમેદવારો એ પહેલા પોતાનો કન્ફર્મેશન કરવો રહશે જે ઉમેદવારો કન્ફર્મેશન કરશે તે જ ઉમેદવારો ને પરીક્ષા આપવા દેવામાં આવશે બીજા ઉમેદવારો ને પરીક્ષા દેવામાં આવશે નહિ . આ નિર્ણય ખાસ કરીને જે પરીક્ષા ના કેન્દ્રોની અછત રહે છે અને આયોજનના ભાગરૂપે અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત પણ જણાવવામાં આવેલ છે.  હવે પછી કોઈ સતાવાર જાહેરાત અથવા સૂચન બહાર ના પડે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ આ તારીખને કેન્દ્ર માં રાખીને ચાલવાનું રહશે. બીજી વિગત વધારાની જાહેર થશે તો અમે તમને જણાવીશું અમારી આવીજ બીજી અગત્યની માહિતી તમારા સુધી પહોંચી રહે તે માટે ઇમેઇલ થી અમારી આ વેબસાઇટ ને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ.

Post a Comment

0 Comments