Type Here to Get Search Results !

ધોરણ 10 12 ની ઉત્તરવહી નું મૂલ્યાંકન પૂર્ણ જાણો ક્યારે જાહેર થશે પરિણામ


 ધોરણ 10 12 નું પરિણામ જાહેર થશે આ તારીખે જો સંપૂર્ણ રિપોર્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૪ માર્ચ થી ૨૯મી માર્ચ દરમ્યાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને 30 માર્ચથી ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ મૂલ્યાંકનની કામગીરી માટે અંદાજિત કુલ ૩૩૪ એટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની વ્યવસ્થા કરાઈ હતી ધોરણ 10 માં 49 લાખ જેટલી ઉત્તરવહીઓ ચકાસવામાં આવી હતી જેમાં પ્રથમ ભાષાની 9.74 લાખ, દ્વિતીય ભાષાની 7.78 લાખ અને ગણિત બેઝીક 7.80 લાખ ગણિત સ્ટાન્ડર્ડની 81 હજાર, વિજ્ઞાનની 8.60 લાખ, સામાજિક વિજ્ઞાનની 7.71 લાખ, અંગ્રેજીની 6.96 લાખ, ગુજરાતીની દ્વિતીય ભાષાની 1.17 લાખ ઉત્તર વહીઓ ચકાસવામાં આવેલ છે. આવી જ રીતે ધોરણ 12 માં સામાન્ય માં સાયન્સમાં 6 લાખ જેટલું ઉત્તરવહીનું મૂલ્યાંકન કરાયું છે જેમાં કેમેસ્ટ્રીની 1.23 લાખ, બાયોલોજીની 74,000 મેથ્સની, 42000 અંગ્રેજીની દ્વિતીય ભાષાની 81000, ભાષાને કોમ્પ્યુટરની 1.15 લાખ ઉતરવાહીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાધિશો દ્વારા જણાવવામાં આવેલ છે કે હાલમાં ઉત્તરવહીના મૂલ્યાંકનનું કામ પૂર્ણ થવામાં આવેલ છે અને આ ઉત્તરવહીના વિદ્યાર્થીઓના રીઝલ્ટ ની ડેટા એન્ટ્રી નું કામ હાલમાં ફુલ જોશમાં શરૂ છે જેમાં સાયન્સ વિભાગ નું 95% કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે, જ્યારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું ડેટા એન્ટ્રીનું કાર્ય ફુલ જોશમાં શરૂ છે

સત્તાધિશો દ્વારા એ પણ જણાવવામાં આવેલ છે કે સાયન્સ વિભાગ નું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ જશે તેવી ફૂલ સંભાવના છે અને ધોરણ 10-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં અંદાજિત તારીખ મુજબ રજૂ થઈ શકશે તેવું પણ ચૂસવામાં આવેલ છે.

Post a Comment

0 Comments