Type Here to Get Search Results !

30 જૂન પહેલા આધારકાર્ડ કરો પાનકાર્ડ સાથે લિંક્સ નહિતર થઈ શકે છે આપનું પાનકાર્ડ બંધ


પાન આધાર લિંક કરવાની તારીખમાં વધારો 30 જૂન પહેલા આધારકાર્ડ કરો પાનકાર્ડ સાથે લિંક નહિતર થઈ શકે છે આપનું પાનકાર્ડ બંધ


PAN-આધાર લિંકિંગ: સરકાર દ્વારા સાફ કહેવામાં આવેલ છે કે પાનકાર્ડ અને આધાર 31 માર્ચ, 2023 સુધી લિંક કરવું જરૂરી અને ફરજીયાત છે. 31 માર્ચ, 2023 સુધી જો બંને મહત્વપૂર્ણ દસ્તાવેજ તમે લિંક કરી નથી તો આપનું પાનકાર્ડ રદ થઇ જશે પરંતુ આ તારીખમાં ફેરફાર કરીને તમામ નાગરિકો ના હીત ને ધ્યાનમાં રાખીને ૩૦ જૂન કરવામાં આવેલ છે.

 જો તમે હજુ સુધી તમારા પેન કાર્ડને આધારથી લિંક (PAN-Aadhaar Linking) કર્યું નથી તો આધાર કાર્ડની લિંકની અંતિમ તારીખ 30 જૂન 2023 (PAN-આધાર લિંક છેલ્લી તારીખ) છે. ત્યારબાદ આપનું પાનકાર્ડ માત્ર એક કાગળ બની ને રહી જશે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સેસ (સીબીડીટી) એ આપેલ માહિતી મુજબ આપ જો પાન કાર્ડ ધારક 30 જૂન, 2023 સુધી સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન નહીં કરે અને પોતાનું પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક્સ કરેલ નહિ હોય તો ત્યારબાદ આપેલ પાનકાર્ડ નો ઉપયોગ કોઈ જગ્યા પર થઈ શકશે નહિ અને આપનું પાનકાર્ડ આપ મેળે જ રદ થવા પાત્ર બની રહેશે. અને ત્યારબાદ આપનું પાનકાર્ડ આપ જો ફરી શરૂ કરવા માંગતા હોય તો તે માટે આપે ૧૦૦૦ રૂપિયાનો દંડ આપવાનો રહેશે એ પહેલા આપનું પાનકાર્ડ સત્ક્રિય થશે નહિ.

જેથી આપેલ માહિતી ને નિમ્ન કક્ષાની ગણી ને અવગણશો નહિ આપનું પાનકાર્ડ સાથે જેમ બને તેમ વહેલી તકે આધારકાર્ડ લિંક્સ કરવો 

આપના આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક્સ છે કે નહિ તે પણ પહેલા આપે જોવાનું રેહશે જેથી કરી ને આપ જાણી શકો ને આપે આપના પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક્સ કરવાની જરૂરિયાત છે કે તે પહેલેથી જ લિંક્સ થયેલ છે અહી અમે તમારા માટે 2 પગલાં આપ્યા છે જેની મદદથી આપ જાણી શકશો ને આપનું પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક્સ છે કે નહિ અને આપનું આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક્સ પણ શકી શકશો.

પગલું પહેલું:

 આધાર નંબરને પાનકાર્ડ સાથે જોડવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 567678 અથવા 56161 પર SMS મોકલો. આ ફોર્મેટ છે UIDPAN<સ્પેસ><12 નંબરોનો આધાર કાર્ડ><સ્પેસ><10 અંકનું PAN> ફરી 567678 અથવા 56161 પર મોકલો. ઉદાહરણ માટે જો તમારો આધાર નંબર 123456789101 અને પેન કાર્ડ નંબર XYZCB0007T હોય તો તો તમને તમારા મેસેજ માટે UIDPAN 123456789101XYZCB0007T આ રીતે લખો. જો ટેક્સપેયર્સનું નામ અને જન્મતિથિ અને પાનકાર્ડ બંને માટે એક આધાર સમાન હોય તો લિંક થઈ જશે.

પગલું બીજું :

જો આપ ઓનલાઈન આપના પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક્સ કરવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો

લિંક્સ માટે : અહી ક્લિક કરો 


ત્યારબાદ આપની સમક્ષ એક વિન્ડો ખુલશે તેમાં જરૂરી વિગતો ભરો અને ત્યારબાદ આપને જે fees ભરવાં ની થતી હશે તે ઓનલાઈન payment કરો જેથી તમારી અરજી ઓનલાઈન સબમિટ થઈ જશે અને આપનું આધારકાર્ડ અને પાનકાર્ડ બંને એક સાથે લિંક થઈ જશે 

પાન-આધાર લિંક છે કે નહિ તે ચેક કરવા માટે


સૌથી પહેલા આયકર વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
 જે લિંક્સ અહી અમે નીચે આપેલ છે ત્યાંથી આપ તે લિંક્સ પર ડાયરેક્ટ જઈ શકો છો
 ત્યાં ‘લિંક આધાર સ્ટેટસ’ના વિકલ્પ પર ક્લિક કરો.
 PAN અને આધાર થી માહિતી ભરો
 તેના પછી ‘વ્યૂ લિંક આધાર સ્ટેટસ’ પર ક્લિક કરો,
 તમારી સામે એક પૉપ-અપ ઓપન પાન તમારા આધારથી જોડાયેલ છે અથવા નથી તેની માહિતી પ્રદર્શિત કરશે.

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક્સ છે કે નહિ તે ચેક કરવા માટે નીચે આપેલ ચેક સ્ટેટ્સ પર  ક્લિક કરો

ચેક સ્ટેટ્સ


Post a Comment

0 Comments