UGC Declaration Online Courses In 900 College - �� *Panchmukham Citizen Service Center*��
Posts

UGC Declaration Online Courses In 900 College

UGC દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ,ઓનલાઇન અભ્યાસક્રમ કોલેજોને મંજૂરી,online courses in college or university,online courses announced by UGC,UGC update

UGC દ્વારા 900 કોલેજમાં ઑનલાઇન અભ્યાસક્રમ ક્લાસ માટે મંજૂરીની જાહેરાત

UGC અપડેટ :
UGC એ દેશના કરોડો વિદ્યાર્થીઓને આપી એક અનોખી ભેટ, હવે વિદ્યાર્થીઓને અભ્યાસનો માર્ગ સરળ બનશે

   યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC): કોરોનાનો કહેર હજુ પણ આપના આખા દેશમાં ચાલી રહ્યો છે અને તેની અસર દરેકને થઈ રહી છે અને કોરોનાને કારણે જો કોઈને સૌથી વધુ અસર થઈ હોય તો તે વિદ્યાર્થી વર્ગ છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે ઓનલાઈન કોર્સીસની માંગમાં જબરદસ્ત વધારો થયો છે અને આ વધારાને જોતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC એ 900 ઓટોનોમસ કોલેજોને ઓનલાઈન ડિગ્રી કોર્સ શરૂ કરવાની મંજૂરી આપી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ ( કે જે નવી શિક્ષણ નીતિ 2020) હેઠળ આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આ નિર્ણયને લાંબાગાળાની વિહવલોકાનના નજરથી જોવામાં આવી રહ્યો છે.

આ નિર્ણયથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?

આયોગના આ અગત્યના નિર્ણયથી હવે દેશભરના વિદ્યાર્થીઓ ડિસ્ટન્સ એજ્યુકેશન ઓનલાઈન લઈ શકશે. એક માહિતી અનુસાર, જે કોલેજોમાં ઓનલાઈન કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે કોલેજોએ નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગમાં બે વખત પોતપોતાના વિષયમાં ટોપના 100 રેન્ક મેળવ્યા છે.

આપને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર યુનિવર્સિટીઓને જ ઓનલાઈન કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતી હતી પરંતુ હવે કોલેજોને પણ આ અંગે મંજૂરી આપવામાં આવી છે. કમિશનનું માનવું છે કે આ નિર્ણયથી ડિજિટલ એજ્યુકેશનના મિશનને ખુબજ વેગ મળશે. જો કે, ઓનલાઈન કોર્સ શરૂ કરતી કોલેજોએ યુજીસી દ્વારા જારી કરવામાં આવેલી દરેક માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

દરેક વિદ્યાર્થીઓના શિક્ષણનો માર્ગ સરળ બનશે

કોરોનાના ફેલાવાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી તમામ શાળાઓ અને કોલેજોમાં વર્ગો ઓનલાઈન લેવામાં આવી રહ્યા છે, સાથે સાથે જ નવી શિક્ષણ નીતિના આધારે ઉચ્ચ શિક્ષણમાં પરીક્ષાઓ પણ હવે ઓનલાઈન લેવામાં આવી રહી છે. 2035 સુધીમાં સમગ્ર દેશમાં સંપૂર્ણ એજ્યુકેશન ઑનલાઇન થઈ જાય તેવું પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો કરવા ના ઇરાદાથી નવી પ્રથા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવનાર છે.

  ઑનલાઇન ડિગ્રી પ્રોગ્રામ્સમાં તેઓ જે રીતે શીખે છે તે સિવાયના ઘણા પાસાઓમાં પરંપરાગત ડિગ્રી પ્રોગ્રામ્સથી આ નોંધપાત્ર રીતે અલગ હશે. ઓનલાઇન કોર્સ વધુ અધતન હશે અને તેમાં ઘણા બધા વિકલ્પો પણ હશે. UGC માર્ચ 2022 માં આ અંગે વધુ વિગતો શેર કરે તેવી અપેક્ષા છે. ઓનલાઈન અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીએ 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવા માટે ગ્રેજ્યુએશન કોર્સ પાસ કરવો ફરજિયાત છે. હાલમાં, આવી પહેલથી દેશમાં શિક્ષણનું સ્તર ઘણું સુધરશે, તેમજ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વધુ સરળ અને સુલભ બનશે.

   તમારા કામના દરેક મહત્વના સમાચાર અને અપડેટ અમારી આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.જે સરકારી, અર્ધસરકારી અને રોજગાર સંબંધિત સમાચાર હોય કે યોજનાઓ સંબંધિત માહિતી, તમને અમારી વેબસાઇટ પર દરેક અપડેટ અને દરેક સમાચાર મળશે. જો તમે ઈચ્છો છો કે જ્યારે પણ અમે કોઈ સમાચાર પ્રકાશિત કરીએ, ત્યારે તમને તેની સૂચના મળી રહે, તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક આ પોસ્ટની નીચે આપવામાં આવી છે. નીચેની લિંક પર ક્લિક કરીને તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અને વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને દરેક અપડેટની સૌથી ઝડપી અને પ્રથમ સૂચના મેળવી શકો છો. અમારી ટેલિગ્રામ ચેનલ અને વૉટ્સએપ ગ્રુપમાં જોડાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને દરેક સમાચારની સૂચના સૌથી ઝડપથી મળે છે.




💻*_~PCSC~_*💻

👉 Related : 

• માનવ ગરીમા યોજના

• દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત !

• Corona Vaccination 

• Gujarat two wheeler scheme 

• Gujarat vahli dikari yojana

• Kisan Suryoday Yojana

• KUSUM Yojana

• મફત સીવણ મશીન યોજના

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

• કુંવરબાઈ નું મામેરૂ યોજના

• SSC or HSC ડુપ્લીકેટ માર્કશીટ

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...