Type Here to Get Search Results !

માનવ ગરિમા યોજના ૨૦૨૨ !! Manav garima yojana csheme !!


માનવ ગરીમા યોજના ની વિગતો અને અરજી કરવાની રીત તથા મળવાની સહાય ની વિગતો અને સંપૂર્ણ માહિતી

    હેલ્લો મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એક બીજી ગુજરાત સરકારની યોજના લઈ ને આવ્યા છીએ તેનું નામ માનવ ગરીમા યોજના છે તો આ યોજના વિશે ખ્યાલ મેળવીશું

  અત્યારે હમણાં કોરોના ની મહામારી ચાલી રહી છે આવા સમયે અનુસુશિત અને અનુચુસિત જન જાતિ ના લોકો કે જેવો હાલ કોઈ કામ ના હોવના પરિણામે તની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ છે અને પછાત વર્ગના લોકો કે જેઓ હાલ કોઈ કામ કરી શકતા નથી તેવા લોકો માટે પણ આવકની હાલ કોઈ સ્ત્રોત ઉપલબ્ધ નથી આવા સમય આ ગુજરાત સરકારની યોજના કે જે ગરીમા યોજના તરીકે ઓળખાય છે તે આશીર્વાદ રૂપ થનાર છે ,

    આ યોજના મુખ્યત્વે અનુચુશિત જન જાતિ અને અનુસૂચિત જાતિ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉપલબ્ધ છે આ યોજના અંતર્ગત ગુજરાત માં લાભ મળવા પાત્ર છે.

    ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજના ના લાભાર્થી માં મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ, ઓબીસી , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ વગેરે નો સમાવેશ કરવામાં આવેલ છે આ રોજના દ્વારા વ્યકિત ને સાધન ખરીદવા માટે રોકડ રૂપિયા તથા સાધન ની સીધી સહાય આપવામાં આવે છે આ યોજના થી જે લોકો ને કઈ રોજગારી મળતી નથી તેવા લોકો પોતાનો ધંધો જાતે શરૂ કરી શકે તે માટે આ સાધન સહાય આપવામાં આવે છે , અને આ સહાય દ્વારા પોતે પોતાની આર્થિક ઉપાર્જન મેળવી શકે તે પણ હેતુ રહેલ છે .

    હાલ ની કોરોના ની સ્થિતિ ને ધ્યાન માં રાખીને આ યોજના ના થોડા વત્તા ફેરફાર પણ કરવામાં આવેલ છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉપસ્થિત થઈ ના શકે , હાલમાં જે ગરીબી અને બેકારી પ્રવર્તી રહેલ છે તે કાબૂમાં લેવાનો પણ એક ઉપદેશ આ યોજનાનો રહેલ છે આ યોજના અંતર્ગત એક સાધન ખરીદવા માટે રોકડ ૪૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

👉 યોજનાનું નામ :
માનવ ગરિમા યોજના

👉 કોના દ્વારા શરૂ કરવા આવેલ છે :
ગુજરાત સરકારના દ્વારા

👉 યોજનાનો મુખ્ય હેતુ :
સાધન સહાય આપવા માટે રોકડ સહાય

👉 કોણે લાભ મળવા પાત્ર છે :
ગુજરાતના નાગરિકો ને 
જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ અને ઓબીસી અને પછાત વર્ગ ના લોકો નો સમાવેશ થાય છે

👉 સતાવાર વેબસાઇટ કઈ છે :
https://sje.gujarat.gov.in/

👉 અરજી કરવાની તારીખ :
અરજી શરૂ થયા તારીખ :૧૫/૦૩/૨૦૨૨
અંતિમ તારીખ :૧૫/૦૫/૨૦૨૨

👉 માનવ ગરિમા યોજના ના લાભ અને ફાયદાઓ :
• આ યોજના અંતર્ગત નીચે મુજબ માં લાભો આપવામાં આવશે અથવા ફાયદાઓ થવા યોગ્ય છે

• આ યોજના માં શીધા સાધન સહાય આપવામાં આવશે અથવા તો તે ખરીદવા માટે રોકડ રકમ આપવામાં આવશે

• આ યોજના દ્વારા લાભાર્થી પોતાનો રોજગાર કે ધંધો આગળ વધારી શકે તે માટે સાધન આપવામાં આવશે

• આ યોજના ના લાભ મેળવનાર ને રોકડ સહાય આપવામાં આવશે તથા સાધન પણ આપવામાં આવશે

• રોકડ સ્વરૂપે ૪૦૦૦/-  રોકડ આપવામાં આવશે આ રકમ શિધી બેંક ખાતામાં કોઈ પણ પ્રકારના ક્રેડિટ વગર શીધી જમાં થઈ જશે .



👉 લાયકાત ના ધોરણો :
• અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જરૂરી છે કાયમી વતની હોવો જોઈએ ,

• અરજદારે અનુસૂચિત જાતિ કેટેગરીના અથવા માન્ય પછાત કે અલ્પ વિકસિત જાતિનો સભ્ય હોવો જોઈએ, 

• અરજદાર ગરીબી રેખા નીચે  આવતો હોવો જોઈએ,

• અરજદારોની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા જે નીચે દર્શાવેલ છે તેના કરતાં  ઓછી હોવી જોઈએ
રૂ. 12,0000 / - ગ્રામીણ માટે માન્ય છે
રૂ. 15,0000 / - શહેરી માટે માન્ય છે

👉 જરૂરી દસ્તાવેજો ની યાદી :
માનવ ગરિમા યોજના માટે અરજી કરતી વખતે નીચે આપેલ દસ્તાવેજો આવશ્યક છે : -
• આધારકાર્ડ
• બેંકની વિગત પાસબુક
• બેંક પાસબુક
• BPL card 
• કોલેજ આઈડી પ્રૂફ
• આવકનું પ્રમાણપત્ર
• તાજેતરના પાસપોર્ટ સાઇઝ નો ફોટો
• રહેણાંકનું પ્રમાણપત્ર
• Cast જ્ઞાતી નું પ્રમાણપત્ર
• મતદાર ઓળખકાર્ડ

👉 માનવ ગરિમા યોજના ની અરજી કઈ રીતે કરી શકાય : 
આ માટે બે પ્રકારે અરજી ઉપલબ્ધ કરેલ છે જે ઓનલાઇન અને ઓફ્લાઈન બંને પ્રકારે થઈ શકે છે.

👉 ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય :
પગલું 1- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો આ વેબસાઈટ નીચે અમે આપેલ જ છે .https://sje.gujarat.gov.in/

પગલું 2- હોમપેજ પર,  "પોતાને નોંધણી કરો" બટન પર ક્લિક કરો જે અંગ્રેજી મૂળાક્ષર માં registration તેમ લખેલ હશે.

પગલું 3- નોંધણી ફોર્મ પૃષ્ઠ સ્ક્રીન પર જોવા મળશે જે તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

પગલું 4- હવે જરૂરી વિગતો દાખલ કરો (નામ, લિંગ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર , ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબર, પાસવર્ડ, કેપચાંર કોડ, જેવી બધી વિગતોનો દાખલ કરો.

પગલું 5- એપ્લિકેશનની વપરાશકર્તા નોંધણી માટે રજિસ્ટર બટન પર ક્લિક કરો એટલે રજિસ્ટ્રેશન થઈ જશે,

પગલું 6- તે પછી, તમારે હોમપેજ પર પાછા જવું પડશે અને login પર ક્લિક કરવાનું રહશે,

પગલું 7- હવે, તમારે તમારું વપરાશકર્તા નામ, પાસવર્ડ, કેપ્ચાર કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો,

પગલું 8- આ પછી, તમારે તમારી પ્રોફાઇલ વિગતો અપડેટ કરવાની રહશે

પગલું 9- હવે, માનવ ગરિમા યોજના યોજના પસંદ કરો અને ફોર્મ ને પૂર્ણ કરો .

પગલું 10- અંતે, તમારે તમારો અરજી ફોર્મ સબમિટ કરવો જેથી ફોર્મ ભરાઈ જશે.

👉 ઓફ્લાઇન અરજી કઈ રીતે કરવી ?
પગલું 1- ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા ગુજરાતની આદિજાતિ મંડળની મુલાકાત લો આ વેબસાઇટ અમે નીચે આપેલ જ છે. https://sje.gujarat.gov.in/

પગલું 2- હોમપેજ પર માનવ ગરિમા યોજના નામના વિકલ્પ પર ક્લિક કરો,

પગલું 3- તમે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ફોર્મ સીધા ડાઉનલોડ કરી શકો છો

પગલું 4- માંગેલ માહિતી પ્રમાણે આ અરજી ફોર્મ ભરો,

પગલું 5- બધી માહિતી ભર્યા પછી અરજી ફોર્મ ફરીથી તપાસો અને જરૂરી દસ્તાવેજો સાથે જોડો.

પગલું 6- હવે તમારો અરજી ફોર્મ સંબંધિત અધિકારીઓને સુપરત કરો એટલે કે તમે ભરેલ અરજી માન્ય અધિકારીને જમાં કરવો

👉 અરજી મંજૂર થઈ છે કે નહિ તે કઈ રીતે તપાસવું ?
પગલું 1- ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા ગુજરાતની આદિજાતિ મંડળની મુલાકાત લો જેમકે https://sje.gujarat.gov.in/

પગલું 2- હોમપેજ પર તમારા એપ્લિકેશન સ્થિતિ વિકલ્પ પર ક્લિક કરો એટલે કે જ્યાં status લખેલ છે ત્યાં ક્લિક કરો,

પગલું 3- અરજીની સ્થિતિ પૃષ્ઠ સ્ક્રીન પર પ્રદર્શિત થશે ,

પગલું 4- હવે, તમારે તમારો અરજી નંબર અને અરજી તારીખ દાખલ કરવી પડશે

પગલું 5- તે પછી, તમારે દૃશ્યની સ્થિતિ પર ક્લિક કરવાની રહેશે,

પગલું 6- એપ્લિકેશનની સ્થિતિ સ્ક્રીન પર બતાવવામાં આવશે જેના દ્વારા તમે જાણી શકો છો કે અરજી મંજૂર થઈ છે કે નહિ.
          
            આશા છે કે અમે અહી આપેલ માહિતી તમને ઉપયોગી થશે અને આપ સંપૂર્ણ માહિતી સમજી ગયા હશો , જો આપ ને કોઈ પ્રકારની માહિતી સમજવા અથવા કોઈ મુજવણ થતી હોય તો આપ અમારી સંપર્ક કરી શકો છો અહી નીચે અમે ગૂગલ ફોર્મ આપેલ છે તેમાંથી આપ અમારો સંપર્ક કરી શકો છો , આભાર. 

👉 ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો

👉 Registration કરવા માટે અહી ક્લિક કરો

👉 અરજીની સ્થિતિ તપાસવા માટે અહી ક્લિક કરો

👉 Official website માટે અહી ક્લિક કરો

👉 અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

👉 વધુ માહિતી અને અધિકારીના સંપર્ક માટે અહી ક્લિક કરો


=====================

Post a Comment

0 Comments