Type Here to Get Search Results !

PM Kisan Scheme પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.


PM Kisan Scheme 

👉 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને પીએમ કિસાન યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રૂા. 6000ની વાર્ષિક સહાય કરવામાં આવે છે. ગુજરાતમાં 54.21 લાખ ખેડૂતોને આ લાભ મળ્યો છે. આવો જાણીએ શું છે યોજના અને કેવી રીતે મેળવશો લાભ?

👉 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને પીએમ કિસાન યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રૂા. 6000ની વાર્ષિક સહાય કરવામાં આવે છે જે મુજબ ખેડૂતોને 3 હપતામાં હપ્તા દીઠ રૂા. 2000ની ચુકવણી કરવામાં આવે છે. 2જી જાન્યુઆરી 2020 સુધીમાં આ યોજનાનો 3જો હપ્તો ચુકવી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ ખેડૂતો આ લાભ લઈ ચૂક્યા છે. 

👉 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો મોકલવાની જાહેરાત કરી હતી. આ રકમ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે. 25 ડિસેમ્બર 2020 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વીડિયો કોન્ફરન્સિંગ યોજવામાં આવી હતી. આ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે ખેડૂતો સાથે વાત કરી. તેમણે માહિતી આપી કે દેશના 9 કરોડ ખેડુતોના ખાતામાં રૂ. 18000 કરોડથી વધુ મોકલવામાં આવ્યા છે. આ રકમ એક જ ક્લીક દ્વારા ખેડૂતોના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે.

👉 વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન વડા પ્રધાને ખેડુતો સાથે વાત કરતા તેઓએ ખેડૂતો માટે ચલાવવામાં આવતી અન્ય યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી. વડા પ્રધાને નવા ખેડૂત કાયદા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે આ કાયદાના ફાયદાઓને ખેડુતોમાં ગણાવી. અંતે, વડા પ્રધાને તમામ વડા પ્રધાન કિસાન સન્માન નિધિ લાભાર્થીઓની શુભેચ્છા પાઠવી હતી.
૨૫ ડિસેમ્બર એ મોદીજી એ કરેલ pm કિસાન ના લાભનો વિડિઓ નિહાળો click here 👇 

👉 યોજનાનું નામ
PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.

👉 મુખ્ય હેતુ :
ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

👉 સહાયનું ધોરણ:
ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. 

👉 સહાય મેળવવા અંગેની પાત્રતા :
પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.

👉 સહાય અરજી માટે જરૂરી વિગતો:
ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.

👉 ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?
આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત(https://www.digitalgujarat.gov.in/) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવવી.
સર્વિસ પ્રોવાઇડર જેવા કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઇ.), દુધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા/વ્યક્તિ મારફત અરજી કરાવવી.
અરજીકર્તાએ એ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક/પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે. તલાટીએ તમામ વિગતો / દસ્તાવેજો એકત્રિત કરી લેવાના રહેશે. યોજના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ વગેરે ઓળખપત્ર તરીકે આપવાનું રહેશે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાત પણે આપવાની રહેશે.
જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રોકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજુ કરી શકશે. જે માટે એકરાનામું કરનાર વ્યક્તિએ પોતાનું નામ અને જમીન ધારક સાથેનો સબંધ એકરારનામાના નીચે ઉલ્લેખ કરવાનો રહેશે.
અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાય પાત્ર ગણાશે

👉 જમીન ધારકતા માટે ધોરણો :
જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.
જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
તા. ૦૧/૧૨/૨૦૧૯ થી તા.૦૧/૦૨/૨૦૨૦ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,
આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૯ થી તા.૩૧/૦૧/૨૦૨૦ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.

👉 સહાય કોને મળવાપાત્ર નથી :
યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે.
(અ) સંસ્થાકીય જમીનધારકો
(બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.
૧.વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ
૨. વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી
૩.સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી
૪. બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)
૫. છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

👉 પ્રધાનમંત્રી કિસાન યોજના માટેના દસ્તાવેજ :
બેંક એકાઉન્ટ
આધારકાર્ડ
જમીનના દસ્તાવેજ
નાગરિકતા સર્ટિફિકેટ

👉 કેવી રીતે તમારૂ સ્ટેટસ ચેક કરશો :
સૌથી પહેલા ઓફિશ્યલ વેબસાઈટ https://www.pmkisan.gov.in/ ઉપર ક્લિક કરો. 
હવે Farmers Corner ઉપર ક્લિક કરો
તેમાં ખેડૂતનુપં સ્ટેટસ જાણવા Beneficiary Status ઉપર ક્લિક કરો
આમાં આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર પર ક્લિક કરી વિગતો ભરીને Get Report પર ક્લિક કરો
 એટલે તમારું સ્ટેટસ મળી જશે.
તમે Beneficiaries listમાં જીને પણ પોતાનું સ્ટેટસ જાણી શકો છો. 
તેમાં જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામનું નામ નાંખીને Get Report પર ક્લિક કરો
 લાભાર્થીઓની યાદી મેળવી શકશો. 

રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે

પીએમ કિસાન ફંડ એ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થઈ જશે અને ખેડૂતે નોંધાવેલા ફોન નંબર ઉપર આ અંગેનો એસએમસએસ પણ આવી જશે. આ સિવાય આ અંગેની કોઈ પણ ક્વેરી માટે ટોલ ફ્રિ હેલ્પ લાઈન નંબર છે 011-23381092 અને pmkisan-ict@gov.in આ ઈમેઈલ એડ્રેસ પર તમારા પ્રશ્નો મેલ પણ કરી શકો છો. 

વર્ષ ટ્રાન્સફર કરેલ ભંડોળના આંકડા :
નાણાકીય વર્ષ 2018-19
ડિસેમ્બર - માર્ચ: 4,50,19,221
એપ્રિલ - જુલાઈ: 7,35,01,289
Augustગસ્ટ - નવેમ્બર: 8,24,76,582
નાણાકીય વર્ષ 2019-20 
ડિસેમ્બર-માર્ચ: 8,51,92,967
નાણાકીય વર્ષ 2020-21 
એપ્રિલ - જુલાઈ: 8,52,98,409

👉 પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ (પીએમ કિસાન) યોજનાની કામગીરી લક્ષી માર્ગદર્શક સૂચના : click here 

👉 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી નો લાભ મેળવવા ખેડુત કુટુંબ માટે માર્ગદર્શન. : click here 

👉 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી (પી.એમ.-કિસાન) માટે ખેડૂત કુટુંબની ડેટા એન્ટ્રી માટે ફ્લો ચાર્ટ અને સમજુતી : click here 

👉 પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધી યોજના ના પ્રચાર-પ્રસાર માટેનું પ્રેઝટેશન. : click here 


Post a Comment

0 Comments