Commissionerate of Health (COH) Recruitment for 700 Staff Nurse Posts 2020 - �� *Panchmukham Citizen Service Center*��

Commissionerate of Health (COH) Recruitment for 700 Staff Nurse Posts 2020

Narshing post updates, government jobs, ojas jobs, maru gujarat, government hospitals jobs, Narshing staff, health worker jobs, gujarat jobs,

Commissionerate of Health (COH) Recruitment for 700 Staff Nurse Posts 2020

સ્ટાફનર્સ વર્ગ -૩ ની ભરતી અંગેની જાહેરાત 

👉 જાહેરાત ક્રમાંક : COH / 202021 / 1 

કમિશ્નરશ્રી , આરોગ્ય , તબીબી સેવાઓ , અને તબીબી શિક્ષણ , ગાંધીનગરના તાબા હેઠળની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની સ્ટાફનર્સ વર્ગ -૩ ની ૭૦૦ ખાલી જગ્યાઓ નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઇ ભરવાની થતી હોઇ આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે .

👉 ઉમેદવારોએ તા .૦૧ / ૦૧ / ૨૦૨૧ ( ૧૪.૦૦ કલાક ) થી તા .૨૮ / ૦૨ / ૨૦૨૧ ( ૨૩.૫૯ કલાક ) સુધી વેબસાઇટ પર ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે .


• ફકત ભારતના નાગરીક આ અરજી કરી શકશે . 
• પસંદગી પામનાર ઉમેદવારો પૈકી ઉમેદવારોમાં પરણિત સ્ત્રી અથવા પુરૂષે હયાત પતિ અથવા પત્નિ સિવાય અન્ય લગ્ન કે લગ્ન કરાર કરેલ હશે તો તે ગેરલાયકાતમાં ગણાશે સિવાય કે તેઓના અંગત કાયદા હેઠળ આ પ્રકારે લગ્ન કે લગ્ન કરાર કરવા છુટ હોય . 
 • અનામત જગ્યાઓ ફક્ત મુળ ગુજરાતના શા.શૈ.પ.વ. , અનુસુચિત જાતિ , અનુસુચિત જન . જાતિ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે .
 • મહિલાઓ માટેની જગ્યાઓ ૩૩ ટકા મુજબ અનામત છે . જેને જે તે કેટેગરી સામે સરભર કરાશે .
 • માજી સૈનિક માટે કુલ ભરવાપાત્ર જગ્યાઓનાં ૧૦ % મુજબ જગ્યાઓ અનામત છે . જે તે કેટેગરી સામે સરભર કરાશે . શા.ખો.ખા.ના ઉમેદવારો માટે ૪ % જગ્યાઓ અનામત છે અને આ ઉમેદવારોને જે તે કેટેગરી સામે સમાવેશ કરવામાં આવશે . 

👉 પગાર ધોરણ :
 નાણાં વિભાગના તા .૧૬ / ૦૨ / ૨૦૦૬ , તા .૦૧ / ૦૮ / ૨૦૦૬ તથા તા .૦૬ / ૧૦ / ૨૦૧૧ ના ઠરાવ અને સામાન્ય વહિવટ વિભાગના તા .૦૪ / ૦૬ / ૨૦૦૯ અને તા .૨૩ / ૧૦ / ૨૦૧૫ નાં ઠરાવની જોગવાઇઓ અને નાણાવિભાગના તા .૨૮ / ૦૩ / ૨૦૧૬ ના ઠરાવની જોગવાઇઓને આધીન જે બોલીઓ / શરતો / નિયમો નક્કી કરેલ છે તે તેમજ હવે પછી વખતો વખત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે તે બોલીઓ / શરતો / નિયમો ઉમેદવારને બંધનકર્તા રહેશે . જે જોગવાઇઓને આધિન પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફનર્સ વર્ગ -૩ ને રૂ .૩૧,૩૪૦ / - ના માસિક ફિકસ પગારના પગારથી એથવી લાયક ઉમેદવારને કરાર આધારે નિમણુંક આપશે . તે સિવાય અન્ય કોઇ ભથ્થા કે લાભો મળવાપાત્ર રહેશે નહિં . ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ પુરી થયેથી તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયે સાતમાં પગારપંચ મુજબ છે . મેટ્રીક્સ લેવલ -૫ પગાર ધોરણ રૂ.૨૯૨૦૦-૯૨૩૦૦ અથવા સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવતાં જે તે પગારધોરણમાં નિમણુંક મેળવવાને પાત્ર ઠરશે . 

👉 શૈક્ષણિક લાયકાત : 
( ૧ ) ઇન્ડીયન નર્સીગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી. ( નર્સીગ ) ( Regular ) નો ડીગ્રી કોર્ષ . ઇન્ડીયન નર્સીગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીગ એન્ડ મીડવીફરી ( GNM ) નો ડીપ્લોમા કોર્ષ અથવા 
( ૨ ) ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ ( ANM ) અને ફીમેલ હેલ્થ વર્કર ( F.H.W ) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત નિમણુંકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બી.એસ.સી. ( નર્સીગ ) અથવા જી.એન.એમ.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે . પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર ૪૫ વર્ષ કરતા વધવી જોઇએ નહી . જે તે કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે . 
( ૩ ) અરજી કરતી વખતે ગુજરાત નર્સીગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનું કાયમી અથવા સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે . અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે . અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી .
 ( ૩ ) ગુજરાતી / હિન્દી બને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ . કોમ્યુટર અંગે જાણકારી : ઉમેદવાર રાજ્ય સરકારનાં ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી ( સામાન્ય ) નિયમો , ૧૯૬૭ અન્વયે ઠરાવેલ કોમ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે . સામાન્ય વહિવટ વિભાગના તા .૧૩ / ૦૮ / ૦૮ ના સરકારી ઠરાવ ક્રમાંક : સીઆરઆર - ૧૦-૨૦૦૭-૧૨૦૩ ૨૦-૧.૫ થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ સરકાર માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઇશે તથા સરકાર માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં કોમ્યુટર જ્ઞાન અંગેના કોઇ પણ ડીપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની પરીક્ષા કોમ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે . આ તબક્કે આ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે . પરંતુ નિમણુંક મેળવતા પહેલા આ પ્રમાણપત્ર અચુક રજુ કરવાનું રહેશે . અન્યથા નિમણુંક મેળવવાને પાત્ર ઠરશે નહીં .

👉 વય મર્યાદા : 
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય ૪૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહી . વય મર્યાદામાં છૂટછાટે : મુળ ગુજરાતના હોય તેવા અનુ.જાતિ , અનુ.જન.જાતિ , સામાજીક શૈક્ષણિક રીતે પછાત , આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોનો કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર 5 વર્ષની છુટછાટ આપવામાં આવશે . ૪૦ ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા ૧૦ વર્ષની છુટછાટ આપવામાં આવશે . .
સામાન્ય વહિવટ વિભાગના તા .૨૨ / ૦૫ / ૧૯૯૭ ના ઠરાવની જોગવાઈ મુજબ મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા ૦૫ વર્ષની છુટછાટ આપવામાં આવશે . અનામત કેટેગરીના મહિલા અરજદારોને અનામત તરીકે મળતી ઉપલી વયમર્યાદાની છુટછાટ ઉપરાંત મહિલા તરીકેની ૦૫ વર્ષની છુટછાટ આપવામાં આવશે . માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ જળ , વાયુ અને ભુમિ આર્મ ર્ફોર્સીસમાં ઓછામાં ઓછા  ( ૬ )  6 માસની સેવા કરી હેય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખકાર્ડ / પ્રમાણપત્ર ધરાવતાં હોય તો મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ ( ૩ ) વર્ષ સુધીની છૂટછાટ મળશે . તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છુટછાટ સાથે કોઇ પણ સંજોગોમાં નિયત તારીખે ૪ પ વર્ષથી વધવી જોઇએ નહીં , 

👉 પસંદગી પ્રકીયા : 
પરીક્ષા ૦.M.R. ( Optical Mark Reader ) પધ્ધતિથી લેવામાં આવશે . જેમાં નસીંગ વિષયના ૧૦૦ પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના ૧૦૦ પ્રશ્નો Mcq ( Multiple choice question ) દ્વારા પુછવામાં આવશે .
 પેપર -૧ નસીંગ વિષયનું રહેશે . જેમાં ફન્ડામેન્ટલ ઓફ નર્સીગ -૨૦ ગુણ , મેડીકલ સર્જીકલ નસીંગ -૨૦ ગુણ , મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સીગ -૨૦ ગુણ , મેન્ટલ હેલ્થ અને સાયકયાટ્રીક નર્સીગ -૨૦ ગુણ , કોમ્યુનીટી હેલ્થ નસીંગ -૨૦ ગુણ આમ કુલ ૧૦૦ પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્નનો ૧ ગુણ રહેશે . આ વિષયો માટેનો અભ્યાસક્રમ ઇન્ડીયન નસીંગ કાઉન્સીલ દ્વારા નિર્ધારીત કરેલ સીલેબસ મુજબનો રહેશે .
 પેપર -૨ ગુજરાતી ભાષાના પેપર માટે પુછવામાં આવનાર અભ્યાસક્રમ ધોરણ -૧૨ હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં . જેમાં ભાષા ( Language ) -૩૦ ગુણ , વ્યાકરણ ( Grammar ) -૪૦ ગુણ અને સાહીત્ય ( Literature ) -૩૦ ગુણ આમ પ્રશ્નો પુછવામાં આવશે અને દરેક પ્રશ્ન નો ૧ રહેશે . દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે ૦.૨૫ ગુણ બાદ કરવામાં આવશે . શકય ત્યાં સુધી પરીક્ષા સબંધિત બધી જ સુચનાઓ મોબાઇલ નંબર ઉપર SMS થી આપવામાં આવશે . આથી અરજી પત્રકમાં મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી આપેલ મોબાઇલ નંબર જાળવી રાખવો જરૂરી છે . સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સીગ વિષયને લગતી પરીક્ષા ૧૦૦ ગુણની રહેશે . જેમાં ઉત્તીર્ણ થવા માટે ૫૦ ટકા ગુણ જરૂરી છે . જાહેરાતમાં દર્શાવ્યા મુજબના ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો પાસીંગ ધોરણ ઘટાડવાની સત્તા ભરતી સમિતીને રહેશે અને તે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે . પરીક્ષા માટેનો સમય ૨ ( બે ) કલાકનો રહેશે . પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે . ગુજરાતી ભાષાની પરીક્ષા ૧૦૦ ગુણની રહેશે . જેમાં ઉત્તીર્ણ થવા માટે ૩૫ ટકા ગુણ જરૂરી છે . પરીક્ષા ફકત ગુજરાતી ભાષામાં આપી શકાશે . બન્ને પરીક્ષામાં પાસ થવુ જરૂરી છે , પરંતુ નર્સીગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંન્ને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે .

👉 પરીક્ષા ફી . 
( ૧ ) " General " કેટેગરી Select કરનાર ઉમેદવારો માટે અરજી ફી . રૂ . 300 / - + પોસ્ટ ઓફીસ ચાર્જ ( ઓનલાઇન ફી ભરવાના કિસ્સામાં રૂ . 300 + ચાર્જ ) ભરવાનો રહેશે તેમજ ઓનલાઇન પેમેન્ટ કરવા માટેનો પણ વિકલ્પ ઉપબ્ધ હોઇ ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે . અનુસુચિત જાતિ , અનુસુચિત જન.જાતિ , સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , દિવ્યાંગ , માજી સૈનિક અને આ.ન.વ. ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ફી ચાર્જ ભરવાનો રહેશે નહી . 
( ર ) “ General ” કેટેગરી Select કરનાર અને પોસ્ટ ઓફિસ મારફતે અરજી ફી ભરવા માંગતાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી અરજી પત્રકની સાથે આપેલ પોસ્ટ ઓફીસના ૩ ( ત્રણ ) ચલણ

( 3 ) A4 સાઇઝની પ્રિન્ટ લઇને તે કોઇ પણ કોમ્યુટરાઇઝડ પોસ્ટ ઓફીસમાં રજુ કરવાથી તેઓ દ્વારા ફી સ્વીકારવામાં આવશે . જ્યારે ઓનલાઇન ફી નું ચુકવણું કરવા માંગતા ઉમેદવારોએ પેમેન્ટ માટે ઉપલબ્ધ વિકલ્પો પૈકી કોઇ એક વિકલ્પ પસંદ કરી ફી ચુકવવાની રહેશે . General " કેટેગરી Select કરનાર ઉમેદવારોએ આ ત્રણ ચલણ પૈકી એક ચલણ પોસ્ટ ઓફીસ રાખશે અને બીજા બે સહી / સિક્કા કરી ઉમેદવારને પરત કરશે . જે ઉમેદવારે સાચવી રાખી પરીક્ષા સ્થળે અચૂક રજુ કરવાની રહેશે . જો આ ચલણ રજુ નહી કરે તો તે ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં . જ્યારે ઓનલાઇન ફી ચુંકવણું કરનાર ઉમેદવારોએ ફી ચુંકવણું કર્યા અંગેની પહોંચ સાચવી રાખવાની રહેશે . પોસ્ટ ઓફીસમાં તેમજ ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તા .૨૨ / ૦૧ / ૨૦૨૧ ના પોસ્ટ ઓફીસના કામકાજ સમય સુધી રહેશે . ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી તેમજ “ General " કેટેગરી Select કરનાર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં . પરીક્ષા ફી ભરવાથી ઉમેદવારને SMS થી ફી ભર્યાની જાણ કરવામાં આવશે . જો ઉમેદવારને SMS ન મળે તો તાત્કાલિક ઉમેદવારે પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે .

👉 Official notifications : click here 
👉 Online apply : click here 

                       💻 *_~PCSC~_*💻  


              

👉     Download Rojagar News : Click Here 

Post a Comment

PCSC HELP CENTER Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...